સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી
Updated: Apr 22nd, 2025
GS TEAM
Gold Price Hits ₹1 Lakh : ટ્રેડવોરના કારણે દુનિયામાં મંદીની શક્યતાઓ વધી છે. મંદીની ભીતિ વચ્ચે ફોરેક્સ અને ઈક્વિટી માર્કેટમાં કડાકાના કારણે કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી છે. ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર થયો છે. અમદાવાદમાં પણ ગઈકાલે સોનું રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું પણ આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.
દિલ્હીમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ આજે રૂ. 1650 ઉછળી રૂ. 99800એ પહોંચ્યો છે. જેનો રિટેલ ભાવ રૂ. 1,00,000 ક્રોસ થયો છે. એમસીએક્સ સોનું રૂ. 98910 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યો છે. અમદાવાદમાં પણ સોનાનો ભાવ આજે ઉછાળા સાથે 1,00,000ની સપાટી વટાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
Source: Gujarat Samachar | Language: Gujarati