દ્વારકામાં અનેક નવજાત શિશુઓની તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, બાળકોને ચાર સપ્તાહમાં શોધી લાવવા દિલ્હી પોલીસને આદેશ
Updated: Apr 21st, 2025
GS TEAM
Supreme Court News : દેશમાં વધતી જતી બાળ તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ‘આ મામલો ખૂબ જ બદતર થઈ રહ્યો છે. કોર્ટે તમામ ગુમ નવજાત શિશુઓને શોધવા માટે દિલ્હી પોલીસને જરૂરી પગલા ભરવા આદેશ આપ્યો છે. કોર્ટે બાળકોની તસ્કરી કરતા ગેંગ અને અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે દિલ્હી પોલીસને ચાર અઠવાડિયોનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી
Source: Gujarat Samachar | Language: Gujarati