અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર
Updated: Apr 21st, 2025
GS TEAM
Pope Francis Death: રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થઈ ગયું. તેઓ 88 વર્ષના હતા અને આ વર્ષે ડબલ નિમોનિયાથી પીડિત થયા બાદ 38 દિવસો સુધી દાખલ રહ્યા હતા. પોપ ફ્રાન્સિસના નિધન પર દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, પોપ ભારતીયોને લઈને ખાસ સ્નેહ રાખતા હતા. આ વચ્ચે પોપના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.
ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક
Source: Gujarat Samachar | Language: Gujarati