કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો
Updated: Apr 21st, 2025
GS TEAM
Delhi MCD Election: આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈ ભાજપની ટ્રીપલ સરકારનો માર્ગ મોકળો કરી દીધો છે. દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરાજય થવાના ભયે AAPએ મેયરની ચૂંટણી ન લડવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને દિલ્હીના AAP સંયોજક સૌરભ ભારદ્વાજે કરી હતી. મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી 25 એપ્રિલના રોજ યોજાશે.
આતિશીએ ભાજપ પર મૂક્યો આરોપ
Source: Gujarat Samachar | Language: Gujarati