વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ
Updated: Apr 17th, 2025
GS TEAM
Supreme Court On Waqf amendment act 2025: સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારે સાત દિવસનો સમય માગ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી. તે સમયે કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે.
આજે, સુપ્રીમ કોર્ટ વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાના અધિકાર, વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ અને કલેક્ટરોની તપાસ દરમિયાન મિલકતને બિન-વકફ તરીકે જાહેર કરવાની જોગવાઈ સંબંધિત સવાલો પર ચર્ચા થવાની હતી.
Source: Gujarat Samachar | Language: Gujarati