અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ગુંડારાજ, યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર
Updated: Apr 17th, 2025
GS TEAM
Anti Social elements nuisance in Ahmedabad: અમદાવાદ જાણે અસામાજિક તત્ત્વોનું હબ બની ગયું હોય એવું લાગે છે. છાશવારે અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓ સામે આવે છે. થોડા મહિના અગાઉ જ રખિયાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસની હાજરીમાં આતંક મચાવવાની ઘટના ઘટી હતી, ત્યારબાદ ફરી એકવાર રખિયાલમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદમાં આંતરે દિવસે અસામાજિક તત્ત્વો ગુંડાગર્દી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જેથી પોલીસની આબરૂ દાવ પર લાગી હોય એવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 4 વ્યક્તિએ મળીને એક યુવકનું અપહરણ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે ચાર શખ્સ ટુ-વ્હીલર પર બેસીને આવે છે અને એક વ્યક્તિને દંડા વડે માર મારે છે અને તીક્ષ્ણ હથિયાર બતાવીને અપહરણની ઘટનાને અંજામ આપે છે. જેને લઇને રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Source: Gujarat Samachar | Language: Gujarati