વ્હાઈટ હાઉસે 111 વર્ષ જૂની પરંપરા બદલી, હવે ટ્રમ્પની ‘પસંદગીના’ પત્રકાર જ પૂછી શકશે સવાલ!
Updated: Apr 17th, 2025
GS TEAM
Donald Trump News : વ્હાઇટ હાઉસે તેની મીડિયા પોલિસી બદલી નાખી છે. નવી નીતિ હેઠળ રોઇટર્સ, બ્લૂમબર્ગ અને એસોસિએટેડ પ્રેસ જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાંથી હવેથી બાકાત રાખવામાં આવી છે. આ સમાચાર એજન્સીઓને હવે પ્રેસ પૂલમાં કાયમી સ્થાન નહીં મળે.
વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલ લગભગ 10 મીડિયા સંગઠનોનું જૂથ છે. તેમાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો પણ સમાવેશ થાય છે. આ લોકો અમેરિકન પ્રમુખની દરેક નાની-મોટી પ્રવૃત્તિને કવર કરે છે. અન્ય મીડિયા સંસ્થાઓ પ્રમુખ સંબંધિત કવરેજ માટે પ્રેસ પૂલમાં સમાવિષ્ટ મીડિયા સંસ્થાઓ પર આધાર રાખે છે.
Source: Gujarat Samachar | Language: Gujarati