બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા?
Updated: Apr 17th, 2025
GS TEAM
Bihar Election 2025: દેશમાં ચૂંટણી સરવે કરાવનાર ‘સી વોટર’એ બિહારમાં આવાનારા મુખ્યમંત્રી માટે જનતાનો મત જાણવા માટે સરવે કર્યો છે. સરવે અનુસાર, બિહારમાં મુખ્યમંત્રીના સૌથી વધુ પસંદગીના ચહેરા તરીકે તેજસ્વી યાદવનું નામ સામે આવ્યું છે. વળી, પ્રશાંત કિશોર પણ અનેક લોકો માટે મુખ્યમંત્રી માટે પસંદગીનો ચહેરો છે. લેટેસ્ટ સરવેમાં પ્રશાંત કિશોર બીજા નંબર પર છે, એટલું જ નહીં નીતિશ કુમારથી આગળ નીકળી ચુક્યા છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનો ‘સુશાસન બાબુ’ ના રૂપે ઓળખાય છે. બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને નીતિશ કુમારના ચહેરા પર ભાજપ ચૂંટણી લડવાની છે. પરંતુ, સરવેની કહાણી કંઇક બીજું જ દર્શાવી રહી છે.
આ પણ વાંચોઃ ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો ‘જેવા સાથે તેવા’ ની ભાષામાં જવાબ
Source: Gujarat Samachar | Language: Gujarati