ડ્રેગન પર વિફર્યા ટ્રમ્પ: ચીન પર ટેરિફ વધારીને 245 ટકા કરાયો, હવે શું કરશે જિનપિંગ?
Updated: Apr 16th, 2025
USA China Trade War: ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી છે. ચીને નમતું ન મૂકતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડ્રેગન પર વિફર્યા છે. તેમણે ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ટેરિફ 145 ટકાથી વધારી 245 ટકા કર્યો છે. આ પગલાં સાથે બંને દેશો વચ્ચે ચાલી રહેલો ટ્રેડવૉર ભયાવહ બન્યો છે. વ્હાઈટ હાઉસે ચીનની બદલાની ભાવનાને ધ્યાનમાં લેતાં ટેરિફ 100 ટકા વધારી 245 ટકા કર્યો હોવાની જાહેરાત કરી હતી.
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત સાથે જ ચીને સામે વળતો પ્રહાર કરવાનું શરૂ કર્યો હતો. અમેરિકા અને ચીન વારાફરતી એકબીજા પર ટેરિફનો દર વધારી રહ્યા છે. અગાઉ અમેરિકાએ ચીન પર 145 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, તો સામે ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદ્યો હતો.
આ પણ વાંચોઃ ‘નિર્ણય ચીને લેવાનો છે, અમારે નહીં…’, ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પના નિવેદને ફરી એકવાર ટેન્શન વધાર્યું
Source: Gujarat Samachar | Language: Gujarati