VADODARA MS UNI BANGLADESH STUDENT MEETING
ભારતના પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં અસ્તવ્યસ્ત પરિસ્થિતિ: એમ.એસ. યુનિવર્સીટીના બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને સલામતી માર્ગદર્શન
ભારતના પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં તખ્તા પલટ અને ભારે હિંસાના કારણે અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા 80 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર ધનેશ પટેલે જણાવ્યું કે, અમે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો સહકાર આપવા માટે તૈયાર છીએ.
આ બેઠકમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. એમ.એસ. યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના 80 વિદ્યાર્થીઓ પફોર્મિંગ આર્ટ્સ, ફાઈન આર્ટ્સ, ફાર્મસી, આર્ટ્સ, ટેકનોલોજી, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. આમાંના 20 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે, જ્યારે બાકીના શહેરમાં વિવિધ ખાનગી જગ્યા પર ભાડેથી રહે છે.
ઇન્ટરનેશનલ અફેર્સ ઓફિસ ખાતે યોજાયેલી બેઠકમાં ડિરેક્ટરે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે તેઓ કોઈ પણ પ્રકારના સહકાર માટે સજ્જ છે. બાંગ્લાદેશમાં સર્જાયેલ હિંસાના કારણે વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે અને તેઓ સતત તેમના વાલીઓ અને પરિવારજનો સાથે સંપર્કમાં છે.
બાઈટ: પ્રો. ધનેશ પટેલ, ડાયરેક્ટર, ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ, એમ.એસ. યુનિવર્સીટી
રિપોર્ટર: સંજય પાગે, વડોદરા
Turmoil in Neighboring Bangladesh: Safety Guidance for Bangladeshi Students at MS University, Vadodara
Due to the coup and ensuing violence in neighboring Bangladesh, a fire-like situation has erupted. In response, MS University in Vadodara held an urgent meeting to provide safety guidance to the 80 Bangladeshi students studying there. Dhanesh Patel, the Director of International Affairs, stated that the university is ready to offer any necessary assistance to the Bangladeshi students.
The meeting was attended by 50 students. These 80 Bangladeshi students are enrolled in various faculties such as Performing Arts, Fine Arts, Pharmacy, Arts, Technology, Commerce, and Science at MS University. Among them, 20 students reside in the hostel, while the rest live in various private accommodations throughout the city.
During the meeting at the Office of International Affairs, the director assured the students of their readiness to provide any support needed. The ongoing violence in Bangladesh has increased the anxiety of the students, who are in constant contact with their parents and families.
Quote: Prof. Dhanesh Patel, Director, Office of International Affairs, MS University
Reporter: Sanjay Page, Vadodara
#Bangladesh #MSUniversity #Vadodara #StudentSafety #InternationalStudents #BangladeshCrisis #MSU #GrahakChetna #NewsUpdate
આપના બધા નવા સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો