Grahak Chetna

"Your Voice, Your Power!"

KHEDA SARKARI JAMIN

સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રાના વડતાલમાં સરકારી કામગીરી માટે સંપાદન કરેલી જમીન કેટલાક ભૂમાફિયાઓ આપ્યો દ્વારા બારોબાર ખરીદ વેચાણ કરી દેતા વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2022 થી તેઓ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ અધિકારીઓ દ્વારા તેમની અરજીઓ ને ધ્યાનમાં લેવાના બદલે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં નડિયાદના પૂર્વ પ્રાંત અધિકારી દ્વારા તો વડતાલ ગ્રામ પંચાયતના તલાટીને તું શું કામ આ અરજીને લઈ અહીં આવે છે? બહાર જતો રહે નહીં તો તારી સામે ઇન્કવાયરી શરૂ કરાવી પડશે.. તેવી ધમકીઓ પણ આપી સમગ્ર મામલો દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. સરપંચ દ્વારા જ્યારે રજીસ્ટ્રાર કચેરીએ સંપર્ક કરવામાં આવ્યો અને આ પ્રકારે તમે કોઈનો પણ દસ્તાવેજ કેવિરિતે કરી શકો તેવા પ્રશ્ન પૂછતા રજીસ્ટર પીપી વિરાણી દ્વારા તેમની સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનું સરપંચ કહી રહ્યા છે. જો કે બીજી તરફ રજીસ્ટ્રાર પીપી વિરાણી સમગ્ર મામલે પોતે અજાણ હોવાનો ડોળ કરતા નજરે પડ્યા હતા. આટલી ગંભીર બાબત હોવા નડિયાદ પ્રાંત અધિકારી કે.એસ. સુવેરા દ્વારા મીડિયા સમક્ષ કાઈ પણ કહેવાનો ઇનકાર કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. બાઈટ - પ્રકાશભાઈ ઠાકોર, સરપંચ, વડતાલ ગ્રામ પંચાયત બાઈટ - પી.પી વિરાણી, રજીસ્ટ્રાર, નડિયાદ
Spread the love

સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રાના વડતાલમાં સરકારી કામગીરી માટે સંપાદન કરેલી જમીન કેટલાક ભૂમાફિયાઓ આપ્યો દ્વારા બારોબાર ખરીદ વેચાણ કરી દેતા વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2022 થી તેઓ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ અધિકારીઓ દ્વારા તેમની અરજીઓ ને ધ્યાનમાં લેવાના બદલે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં નડિયાદના પૂર્વ પ્રાંત અધિકારી દ્વારા તો વડતાલ ગ્રામ પંચાયતના તલાટીને તું શું કામ આ અરજીને લઈ અહીં આવે છે? બહાર જતો રહે નહીં તો તારી સામે ઇન્કવાયરી શરૂ કરાવી પડશે.. તેવી ધમકીઓ પણ આપી સમગ્ર મામલો દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે. સરપંચ દ્વારા જ્યારે રજીસ્ટ્રાર કચેરીએ સંપર્ક કરવામાં આવ્યો અને આ પ્રકારે તમે કોઈનો પણ દસ્તાવેજ કેવિરિતે કરી શકો તેવા પ્રશ્ન પૂછતા રજીસ્ટર પીપી વિરાણી દ્વારા તેમની સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનું સરપંચ કહી રહ્યા છે. જો કે બીજી તરફ રજીસ્ટ્રાર પીપી વિરાણી સમગ્ર મામલે પોતે અજાણ હોવાનો ડોળ કરતા નજરે પડ્યા હતા. આટલી ગંભીર બાબત હોવા નડિયાદ પ્રાંત અધિકારી કે.એસ. સુવેરા દ્વારા મીડિયા સમક્ષ કાઈ પણ કહેવાનો ઇનકાર કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

બાઈટ – પ્રકાશભાઈ ઠાકોર, સરપંચ, વડતાલ ગ્રામ પંચાયત

બાઈટ – પી.પી વિરાણી, રજીસ્ટ્રાર, નડિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *