વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું
Updated: Mar 28th, 2025
Vadodara Water Leakage : વડોદરા શહેરના વડસર જીઆઇડીસી રોડ પર આજે સવારે સિંધરોટથી આવતી પાણીની મુખ્ય લાઈનના વાલ્વમાં લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફટ થયો હતો અને ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.
પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાતું નથી. જ્યારે બીજી બાજુ વડસર- જીઆઇડીસી રોડ પર પાલિકા દ્વારા અપાતા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ છે ત્યારે રોડ-રસ્તા સહિત વિસ્તારમાં પીવાના પાણી રોડ ઉપર ઠેર-ઠેર વહેતા પીવાના પાણીનો ભારે વ્યય થઈ રહ્યો છે. વિસ્તારમાં માટલાવાળા સહિત અન્ય વેપારીઓના તંબુમાં પણ પાણી ભરાઈ ગયા છે.
પાણીની લાઈનના વાલ્વમાં લીકેજ અથવા કોઈએ પાણી માટે વાલ ખોલી નાખતા પાણીનો વેડફટ સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે. આ અંગેની જાણ વડોદરા કોર્પોરેશનને થતા કોર્પોરેશનની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ વાલ્વનું સમારકામ હાથ ધર્યું હતું અને પાણી વેડફતું બંધ કર્યું હતું.
Courtesy: Gujarat Samachar