ચોટીલાના ખેરડીની સીમમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયાો
Updated: Mar 28th, 2025
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીનો દરોડો
દારૂ, બિયર, બાઈક, મોબાઈલ સહિત કુલ રૂા.૮.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલાના ખેરડી ગામની સીમમાંથી રૂા.૬.૯૦ લાખના દારૂ અને બિયરના જથ્થા સહિત રૂ. ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે પાંચ શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Courtesy: Gujarat Samachar