વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો
Updated: Mar 27th, 2025
બે સગ્ગા ભાઈઓ સામે વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
બાળકી વાડીએ એકલી હતી ત્યારે અડપલાં કરનારા શખ્સ અને તેના ભાઈને ઝડપી લેવાયા
બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે ગત તા.૨૫ માર્ચના બપોરના ૧૨ કલાકના અરસામાં વલ્લભીપુર પંથકની ૧૩ વર્ષ ૬ માસની સગીરા પોતાની વાડીએ એકલી હતી ત્યારે દિનેશ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૩૨, રહે.ચમારડી) નામના શખ્સે એકલતાનો લાભ લઈ બાળકી સાથે અડપલાં કર્યાં હતા જ્યારે તેના ભાઈ હરેશ બાબુભાઈ વાઘેલાએ સાહેદને ફોન કરી ધમકી આપી મદદગારી કરી હતી. બનાવ અંગે સગીરાની માતાએ વલ્લભીપુર પોલીસ મથકમાં દિનેશ બાબુભાઈ વાઘેલા અને હરેશ બાબુભાઈ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Courtesy: Gujarat Samachar