જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો
Updated: Mar 27th, 2025
વડોદરાઃ જૂના પાદરારોડ વિસ્તારની ફરસાણની દુકાનમાંથી રૃ.૫.૧૨ લાખની રોકડ રકમ ચોરાતાં અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.
મલ્હાર પોઇન્ટ પાસેની જગદીશ ફૂડ્સ નામની દુકાનના કર્મચારી ગૌતમ અખાણીએ આજે સવારે દુકાન ખોલી ત્યારે સામાન વેર વિખેર હતો અને દરવાજાની સ્ટોપર અડધી તૂટેલી હતી.
તપાસ કરતાં કેશ રાખી હતી તેનું લોકર કટરથી કાપીને રૃ.૫.૧૨ લાખની રોકડ ચોરાઇ હોવાનું જણાઇ આવ્યું હતું.અકોટા પોલીસે તપાસ કરતાં લોકર ગોડાઉનમાંથી મળ્યું હતું. જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ ચોર નજરે પડયો હોવાનું પોલીસે કહ્યું હતું.
Courtesy: Gujarat Samachar