Grahak Chetna

"Your Voice, Your Power!"

પોલીસના સ્વાંગમાં હાઇવે પર ધોળેદહાડે રૃપિયા પડાવનાર બે ઝડપાયા

Spread the love

Updated: Mar 27th, 2025
વડોદરા,ધોળે દહાડે હાઇવે પર પોલીસનો સ્વાંગ રચી કોર્પોરેશનના કર્મચારી અને તેના મિત્રને ડરાવી ધમકાવી હુમલો કરી ૨૦ હજાર પડાવી લેનાર કથિત પત્રકાર અને તેના સાગરીતને મકરપુરા પોલીસે ઝડપી  પાડયા છે.
આજવા રોડ કમલાનગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિન્દ ભૂપેન્દ્રભાઇ ગાંગુડે કોર્પોેરેશનમાં કોન્ટ્રાક્ટ પર પાણીની મોટર ચલાવવાની નોકરી કરે છે. મકરપુરા  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૬ મી તારીખે રવિવાર હોઇ હું તથા મારો મિત્ર દેવભાઇ મારી બાઇક લઇને તરસાલી કામ માટે ગયા હતા. ત્યાં કામ  પૂરૃં કરીને અમે બંને ઘર તરફ પરત આવતા હતા. તરસાલી બ્રિજથી આજવા બ્રિજ જતા હાઇવે પરથી અમે આવતા હતા.હાઇવે પર ઝીલીઓન કોમ્પલેક્સથી થોડા આગળ એક ઝૂંપડા  પાસે અમે ઉભા હતા. તે દરમિયાન બે વ્યક્તિઓ આવ્યા હતા. તેઓએ પોતાની ઓળખ  પોલીસ તરીકે આપી હતી. તેણે મારા મિત્ર દેવનો કોલર પકડી લીધો હતો. તેણે પેન્ટના આગળના ભાગે પોલીસની વ્હીસલ વાળી બાઇકની ચાવી લટકાવી હતી.તેણે પોતાની ઓળખ વિજય રાઠોડ અને  તેની સાથેના વ્યક્તિએ પોતાની ઓળખ મયંક માળી તરીકે આપી હતી.તેઓની ધમકીથી અમે ડરી ગયા હતા.
 આરોપીએ ગૂગલ પે થી કુસુમબેન પ્રજાપતિના એકાઉન્ટમાં ૨૦ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. વિજય રાઠોડે મારા મિત્ર દેવ રાઠોડને બે થી ત્રણ લાફા મારી દઇ તેના ખિસ્સામાંથી ૭૦ રૃપિયા  પણ કાઢી લીધા હતા. વિજય રાઠોડે તેનો મોબાઇલ નંબર આપી મને કહ્યું કે, તારે કંઇ કામ હોય તો આ મારો નંબર છે.
તે સમયે અમે ખૂબ ગભરાઇ ગયા હોવાથી ફરિયાદ કરી નહતી.  મકરપુરા પોલીસે વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ (રહે. સિકોતર નગર, જી.આઇ.ડી.સી.રોડ, મકરપુરા, મૂળ રહે. લુણાવાડા) તથા તેના મિત્ર મયંક વિજયભાઇ માળી (રહે. મકરપુરા સર્વન્ટ ક્વાટર્સ) ને ઝડપી પાડયા છે. પોલીસની તપાસમાં એવી વિગતો  પ્રકાશમાં આવી છે કે, વિજય રાઠોડ પોતાની ઓળખ પત્રકાર તરીકે પણ આપતો હતો. તે પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સમાચાર અપલોડ કરતો હતો.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *