જામનગર મહાનગર પાલિકાના કર્મચારીને ચેક રીટર્ન અંગેના કેસમાં એક વર્ષની જેલની સજા
Updated: Mar 27th, 2025
જામનગરમાં મ્યુનિશિપલ કોર્પોરેશનમા વોટર વર્કસ શાખામા નોકરી કરતા વિક્રમ વાજસુર ગેરૈયાએ તેના મીત્ર પ્રવીણસિંહ દેવુભા વાઘેલાને તેની કાયદેસરની લેણી રકમ ચુકવવા આપેલો રૂ. 3,00,000નો ચેક બાઉન્સ થતાં પ્રવીણસિંહએ જામનગર ચીફ.જયુડી.મેજી. ની કોર્ટમાં ચેક બાઉન્સ થવા અંગે ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 હેઠળની ફરીયાદ નોંધાવી હતી.
જે કેસ જામનગરની સ્પેશીયેલ કોર્ટમાં ચાલી જતાં અદાલતે ફરીયાદીનો કેસ પુરવાર માની આટોપી કર્મચારીને એક વર્ષની સજા તથા ચેકની તારીખથી 9 ટકા વ્યાજ સાથે ચેકની રકમની ચુકવણી કરવા હુકમ કર્યો છે.
જે હુકમ થી નારાજ થઈ આરોપી વીક્રમભાઈ વાજસુરભાઈએ જામનગરની સેસન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે અપીલ એડી.સેસન્સ જજ માંડાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે મુળ ફરીયાદી તરફે તેમના વકીલની દલીલો તેમજ ટ્રાયલ કોર્ટનું રેકર્ડ ધ્યાને લઈ આરોપી વિક્રમભાઈ વાજસુરભાઈ ગેરૈયા ની અપીલ રદ કરી સજાનો હુકમ યથાવત રાખી આરોપીની ધરપકડ કરવા વોરંટ ઈશ્યુ કરવા માટેનો હુકમ કરેલ છે. આ કેસમાં મુળ ફરીયાદી તરફે વકીલ તરીકે અશોક ગાંધી રોકાયા હતા.
Courtesy: Gujarat Samachar