PANCHMAHAL OVERLOAD VAHANO
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરીને બેરોકટોક માટીનું નિયમ વિરુદ્ધ વહન કરતા 12 જેટલા ડમ્પર ઝડપી પાડયા હતા, ગોધરા તાલુકા વિસ્તારમાંથી ઝડપાયેલા તમામ વાહનોને આરટીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો, આગામી સમયમાં પણ આ પ્રકારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
વી.ઓ. : પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ટીમે સોમવારે મોડીરાત્રે ગોધરા તાલુકા વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો, જેમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા જિલ્લા ખાણ-ખનીજ વિભાગ, ગોધરા પ્રાંત અધિકારી, જિલ્લા આરટીઓ વિભાગની સંયુક્ત ટીમ બનાવીને ગોધરા તાલુકા વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી, તંત્રની ટીમે ગોધરા તાલુકાના છબનપુર નજીક બેરોકટોક નિયમ વિરુદ્ધ માટીનું વહન કરતા 12 જેટલા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા, તમામ વાહનોના ચાલકો પાસે વહન કરવા માટેના જરૂરી દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઇને જિલ્લા કલેકટર દ્વારા આરટીઓ વિભાગને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હતી, આરટીઓ દ્વારા તમામ વાહનો કબજે લઇને વજન કરવામાં આવ્યા હતા, જેમાં તમામ વાહનોમાં ઓવરલોડ માટી ભરેલી હોવાનું સામે આવ્યું હતું, જેથી નિયમ મુજબ તમામ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ ૩.૬૭ લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો, તમામ વાહનોમાં ગોધરા તાલુકા અને શહેરા તાલુકાના વિવિધ તળાવોમાંથી સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત માટીનું ખોદકામ કરીને ભારતમાલા પ્રોજેક્ટના મુંબઈ-દિલ્હી ગ્રીન કોરિડોર માટે ઉપયોગ માટે લઈ જવાઈ રહી હતી.
બાઈટ : એસ. બી.કાચા, જિલ્લા વાહન વ્યવહાર અધિકારી, પંચમહાલ
For more news keep watching grahakchetna
Visit grahakchetna.in