‘દ્વારકાના બદલે વડતાલ જાઓ.’ સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે ભક્તોમાં રોષ, હિન્દુ સમાજે કહ્યું- માફી માગો
મારી પ્રોફાઈલ
Updated: Mar 25th, 2025
Swaminarayan Book Controversy: તાજેતરમાં જ વડતાલ સ્વામીનારાયણ સંસ્થાના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા અંગે ખોટી ટિપ્પણી કરી હતી, ત્યારબાદ સ્વામી જ્ઞાનપ્રકાશે વીરપુર જઈને માફી માગી હતી. હજુ એ વિવાદ શમ્યો છે ત્યાં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદ્ગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં ભક્તોને દ્વારકાના બદલે વડતાલ જવાની વાત કરવામાં આવી છે. જેને લઈને આજે (25 માર્ચ) દ્વારકામાં હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજીને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે વિવાદિત લખાણ હટાવવા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હાલ આ મુદ્દે સનાતન ધર્મના અનુયાયીઓ રોષે ભરાયેલા છે.
Courtesy: Gujarat Samachar