અફઘાનિસ્તાનમાં ફરી 5.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયા
Updated: Apr 19th, 2025
GS TEAM
Afghanistan Earthquack News : અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. જોકે ભૂકંપ એટલો ભારે હતો કે તેની અસર ભારતના કાશ્મીર સુધી અનુભવાઈ હતી અને કાશ્મીરમાં પણ આફ્ટરશૉક આવતા લોકો ગભરાઈ ગયા હતા. આ વખતે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો.
Source: Gujarat Samachar | Language: Gujarati