ભારતે પાકિસ્તાનને આપ્યો 500 મિલિયન અમેરિકી ડૉલરનો ઝટકો… CAITએ તમામ વેપાર બંધ કર્યા
Updated: Apr 27th, 2025
GS TEAM
India-Pakistan Trade : પહલગામમાં આતંકી હુમલો થયા બાદ આતંકીઓને છાવરતું પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરી છે, તો બીજીતરફ ભારતના વેપાર જગતે પણ દુશ્મન દેશની અર્થવ્યવસ્થા પર આકરો હુમલો કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરી દીધા છે.
26 રાજ્યોના પ્રમુખ વેપારી નેતાઓએ પાકિસ્તાનને આપ્યો આર્થિક ફટકો
Source: Gujarat Samachar | Language: Gujarati