પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો
Updated: Apr 23rd, 2025
GS TEAM
Pahalgam Attack Terrorist sketch: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 28 પ્રવાસીઓનો જીવ લેનાર શંકાસ્પદ આતંકવાદીઓનો પ્રથમ સ્કેચ સામે આવ્યો છે. પ્રત્યક્ષ દર્શીઓના વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
કોણ છે TRF?
Source: Gujarat Samachar | Language: Gujarati