3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા
Updated: Apr 27th, 2025
GS TEAM
Pakistani’s Failing Leave India : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી દેશમાંથી તમામ પાકિસ્તાનીઓને ખદેડવાનો આદેશ આપી દીધો છે. જો પાકિસ્તાનીઓ ભારત સરકારના આદેશનું ઉલ્લંઘન કરે તો તેમને આકરી સજા ફટકારવાનો નિર્ણય કરાયો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જો પાકિસ્તાનીઓ નિર્ધારીત સમયમર્યાદા બાદ ભારતમાં રોકાશે તો તેની ધરપકડ કરવામાં આવશે. આવા લોકોને ત્રણ વર્ષની જેલ, ત્રણ લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
પાકિસ્તાનીઓને દેશ છોડવા 29 એપ્રિલ સુધીનો સમય
Source: Gujarat Samachar | Language: Gujarati