પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન
Updated: Apr 25th, 2025
GS TEAM
Pakistani Air Space Block : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા હતા. ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે. અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી અને ભારતમાં રહેતા નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે. ઉતાવળમાં ભારતનું અનુકરણ કરીને પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરી દીધી અને શિમલા સંધિ રદ કરી છે. તેવામાં ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાને એર સ્પેસ પણ બંધ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરાયું છે, ત્યારે ભારતીય એરલાઈન્સે નોટિફિકેશ જારી કર્યું છે અને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે કોઈ અન્ય રૂટથી આવવું પડશે. ફ્લાઇટ્સમાં વિલંબ થશે અને વિમાનના આવનગમનમાં ફેરફાર થશે. ચાલો જાણીએ કે કયા રૂટ માટે ભાડા મોંઘા હોઈ શકે છે.
Source: Gujarat Samachar | Language: Gujarati