20 વર્ષ બાદ આ છોકરી ખોરાક લઈ શકશે, સિવિલમાં જટિલ સર્જરી પૂર્ણ, જાણો શું હતી તકલીફ
Updated: Mar 28th, 2025
Free Jaw Surgery at Gujarat Public Hospital: 22 વર્ષની એક યુવતીથી વર્ષોથી નક્કર ખોરાક આરોગી શકાયો નથી, સ્થિતિ એવી કે ખૂબ જ ઈચ્છા છતાં ચહેરા પર સ્મિત આવી શકે નહીં. આ વિકટ સ્થિતિનું કારણ યુવતીને બાળપણમાં થયેલી જડબાની ગંભીર ઈજા. તબીબી ભાષામાં તેને ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ (ટીએમજે) એન્કલોસિસ કહેવામાં આવે છે. જેના કારણે દર્દીમી જડબું જકડાઇ જવાથી તેને બોલવામાં, ચાવવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પ્રકારની જટીલ સમસ્યા ધરાવતી યુવતીની અમદાવાદની સિવિલમાં સારવાર કરવામાં આવી છે અને હવે તે વર્ષો બાદ હસવું-બોલવું અને ખોરાક ચાવવા જેવી પ્રવૃત્તિ કરી શકશે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 22 વર્ષીય પ્રિયંકા જડબાની આ જટીલ સર્જરી માટે આસામથી આવેલી હતી. ટીએમજે એન્કલોસિસ એવી જટીલ સર્જરી છે કે જેના માટે માત્ર ખાનગી હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી ખૂબ જ મોંઘી હોવાથી ઘણા દર્દીઓ તેને કરાવી શકતા નથી. અધૂરામાં પૂરું આયુષ્યમાન યોજનામાં પણ આ પ્રકારની સર્જરીમાં માત્ર રૂપિયા 30,000 સુધીની રકમની સહાય કરવામાં આવે છે.
Courtesy: Gujarat Samachar