રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ
Updated: Apr 21st, 2025
GS TEAM
Rahul Gandhi’s Citizenship Controversy : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતી અરજી પર સોમવારે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં હાઇકોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસની અંદર રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ અહેવાલ રજૂ કરવા કડક સૂચના આપી છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે, રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં. કેસની આગામી સુનાવણી 5 મેએ હાથ ધરવાનો આદેશ અપાયો છે.
રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ જવાબ રજૂ કરવા કેન્દ્રને આદેશ
Source: Gujarat Samachar | Language: Gujarati