હરિયાણામાં અકસ્માત, રામોલના ત્રણ પોલીસના મોત ઃ પીએસઆઇ ગંભીર
Updated: Mar 26th, 2025
અમદાવાદ, બુધવાર
રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને ત્રણ પોલીસ જવાન પોક્સોના ગુનાની તપાસ માટે પંજાબ જતા હતા. જ્યાં હરિયાણાના ડબવાલી ખાતે ભારતમાલા રોડ ઉપર પોલીસને બોલેરો અને ટ્રક અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક હોમગાર્ડ જવાન સહિત ત્રણ પોલીસ જવાના સ્થળ ઉપર મોત થયા હતા. જ્યારે પીએઆઇ,જે.પી.સોલંકીને ગંભીર ઇજાઓ થઇ હતી હાલમાં તે સારવાર હેઠળ છે. હરિયાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોક્સોના ગુનાની તપાસ માટે પોલીસ ટીમ લુધિયાણા જતી હતી ડબવાલીમાં ગમખ્વાર અકસ્માત ઃ પીએસઆઇ સારવાર હેઠળ
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયો હતો, આ કેસમાં આરોપી પંજાબમાં છૂપાયો હોવાની માહિતી આધારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને નવા નરોડા ખાતે રહેતા પીએસઆઇ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ સોલંકી તથા અમરાઇવાડી જુની પોલીસ લાઇનમાં રહેતા પો.કો. સુનિલભાઇ ગામીત અને રામોલ ભરવાડ વાસમાં રહેતા ઘનશ્યામભાઇ ભરવાડ તેમજ ઓઢવ સિંગરવા ગામમાં રહેતા હોમગાર્ડ જવાન રવિન્દ્રસિંહ ક્ષત્રિય સાથે પોલીસની બોલેરા ગાડી લઇને તપાસ માટે પંજાબ જવા રવાના થયા હતા.
Courtesy: Gujarat Samachar