હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે
Updated: Mar 29th, 2025
– જિલ્લાના ત્રાપજ સ્થિત આરોગ્ય કેન્દ્રમાં
– ડિસેમ્બરમાં એક્સપાયર થઈ ત્યાં સુધી કેમ ઉપયોગ ન કર્યો કે અન્ય કેન્દ્રને શા માટે ફાળવણી ન કરી તે અંગે ફાર્માસિસ્ટ-સ્ટાફ નર્સનો ખૂલાસો પૂછાશે
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ જિલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, જિલ્લાના ત્રાપજ આયુષ્યમાન આરોગ્ય સેન્ટર ખાતે જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ગયા ત્યારે શ્વાન કરડવાના કિસ્સાઓમાં વ્યક્તિને હડકવા ન થાય તે હેતુથી આરોગ્ય કેન્દ્રો દ્વારા વેક્સિન આપવામાં આવે છે. પરંતુ ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં આ વેક્સિનના એક્સપાયર થયેલા ડોઝ હોવાનું ખૂલ્યું છે. આ ગંભીર બાબત છે અને દર્દી સાથે જીવલેણ ચેડા કર્યાની બાબત છે. શું જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી (આરોગ્ય કેન્દ્રો)માં પણ આવી જ દવાઓ આપવામાં આવતી હશે ? હડકવા એ ચેપી અને જીવલેણ રોગ છે ત્યારે આવી બાબતોમાં કાળજી ન લેવાતી હોય તો બીજી આરોગ્યની બાબતમાં શું સાવચેતી રાખતી હશે ? એવા વેધક પ્રશ્ન ઉઠાવી તેમણે ૭ દિવસમાં તમામ પીએચસી અને સીએચસીમાં એક્સપાયર થઈ ગયેલી દવાઓના સ્ટોકને ડેડ સ્ટોક કરી સ્ટોરમાંથી દૂર કરવામાં આવે તથા જિલ્લામાં દાખલો બેસાડવા જવાબદાર સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ કરી હતી.
Courtesy: Gujarat Samachar