હાઇવે પર કપચી ભરેલા ડમ્પરમાં આગ લાગતા અફરાતફરી
Updated: Mar 29th, 2025
વડોદરા,હાઇવે પર કપચી ભરેલા ડમ્પરના ટાયરમાં લાગેલી આગમાં આખું ડમ્પર બળીને ખાખ થઇ ગયું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને આગ બુઝાવી હતી.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે નમતી બપોરે ચાર વાગ્યે હાઇવે પર કપચી ભરેલા ડમ્પરના ટાયરમાં આગ લાગતા ડ્રાઇવરે ડમ્પર રોડની સાઇડ પર ઉભું કરી દીધું હતું. ડ્રાઇવરે આગ બુઝવવાની કોશિશ કરી હતી. પરંતુ, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. જેના કારણે કપુરાઇ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડને પણ જાણ કરાઇ હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે આગ બુઝાવી દીધી હતી. પરંતુ, આગના કારણે ડમ્પર બળીને ખાખ થઇ ગયું હતું. હાઇવે પર જામ થઇ ગયેલા ટ્રાફિકને પોલીસે પૂર્વવત્ કર્યો હતો. આગની ઘટનામાં કોઇને જાનહાનિ થઇ નહતી. પોલીસનું જણાવવું છે કે, ગરમીના કારણે ડમ્પરનું ટાયર ફાટતા આગ લાગી હોવાની શંકા છે.
Courtesy: Gujarat Samachar