સુરેન્દ્રનગરમાં માત્ર જનસેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ પર જ E-KYC થતા લોકોમાં ભારે રોષ | Grahak Chetna
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ આધાર કાર્ડ અપડેટ અને રેશનકાર્ડ ઇ-કેવાયસીની જાહેરાત કરવામાં આવી હતી. રેશનકાર્ડ ધારકે પોતાનું રેશનકાર્ડ 30 નવેમ્બર સુધી ઈ-કેવાયસી કરવાનું રહેશે. જિલ્લામાં શહેરી વિસ્તાર અને વઢવાણ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કેવાયસી માટે લાંબી કતારો જોવા મળી છે.
સુરેન્દ્રનગર શહેરમાં જનસેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ એમ બે જગ્યા ઉપર ઇ કેવાયસી અને આધારકાર્ડ અપડેટની કામગીરી થતી હોય અને ફક્ત 60 લોકોને જ સમગ્ર દિવસ દરમિયાન ટોકન સિસ્ટમથી જ ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરી દેવામાં આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં નાગરિકો માંગ કરી રહ્યાં છે કે અન્ય કેન્દ્રો પર પણ કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
સુરેન્દ્રનગર શહેરમાં આધાર કાર્ડ અપડેટ અને ઇ-કેવાયસી માટે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં જનસેવા કેન્દ્ર અને મુખ્ય પોસ્ટ ઓફિસ સહિતના ગણ્યા-ગાંઠ્યા એક-બે જગ્યા ઉપર જ કેન્દ્ર હોવાથી લાભાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીને પૂછતા સરકારશ્રીની અનેક યોજનાઓ માટે ઇ કેવાયસી કરાવું જરૂરી છે. નગરપાલિકા તાલુકા પંચાયત અને રેશનની દુકાનદાર દ્વારા પણ ઇ-કેવાયસી કરી શકાશે અને આ અંગેના પોર્ટલ ઉપર જઈ નાગરિકો પણ પોતાની જાતે ઇ-કેવાયસી કરી શકે છે. આગામી દિવસોમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે નગરપાલિકામાં પણ આ અંગેની સુવિધાઓ શરૂ કરી દેવામાં આવશે.
#EKYC #RationCard #AadhaarUpdate #Surendranagar #PublicService #CitizenProblems #GovernmentSchemes #IndiaGovernment #DigitalServices #SurendranagarNews #EKYCInIndia #GovernmentInitiatives #PublicOutcry #AadhaarCard #RationCardUpdate #DigitalIndia
Courtesy: Prasar Bharati
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna