સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત
Updated: Apr 21st, 2025
GS TEAM
Road Accident in Vadodara: રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં વડોદરામાં આવેલી ગોલ્ડન ચોકડી પાસે મોડી રાત્રે સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે સાત લોકોને ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો: સુરત નજીક ટ્રકનો કહેર, 4 લોકોને અડફેટે લેતા એકનું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
Source: Gujarat Samachar | Language: Gujarati