‘સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે જજ, રાષ્ટ્રપતિનું પદ ખૂબ ઊંચું’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સૂચક નિવેદન
Updated: Apr 17th, 2025
GS TEAM
Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશની આકરી ટીકા કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજ્યપાલ દ્વારા વિચારણા માટે મોકલવામાં આવેલા બિલો પર સમયમર્યાદામાં કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અંગે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતમાં ક્યારેય આવુ લોકતંત્ર નથી જોયું, જેમાં જજ પોતે કાયદાના ઘડવૈયા, કાર્યપાલક અને “સુપર પાર્લામેન્ટ” તરીકે કામ કરે છે.
રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ
Source: Gujarat Samachar | Language: Gujarati