Grahak Chetna

"Your Voice, Your Power!"

સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38% દર્દીના મોત, સરકારે વિધાનસભામાં જાહેરમાં સ્વીકાર્યું

Spread the love

Updated: Mar 27th, 2025

Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) ખાતે બે વર્ષમાં કિડનીના 848, લીવરના 140 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ ટ્રાન્સપ્લાન્ટ બાદ કિડનીના 28, લીવરના 54 દર્દીઓના હોસ્પિટલમાં જ મૃત્યુ થયાનું સરકારે  સ્વીકાર્યું છે. આમ બે વર્ષમાં સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 38 ટકા દર્દીના મૃત્યુ થયા છે. 
બે વર્ષમાં 54 દર્દીએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો
આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે (26મી માર્ચ) વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં વર્ષ 2023માં 196, 2024માં 205 એમ કુલ 401 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી 2023માં 71, 2024માં 66 એમ કુલ 137 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. આ ઉપરાંત 3 દર્દીના લાઇવ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ બે વર્ષમાં 54 દર્દીએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો છે. 

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *