સુરત પાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા હાલ માથાભારેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે : વિપુલ સુહાગીયા
Updated: Mar 28th, 2025
Surat : ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત દ્વારા દબાણની સમસ્યાની ચર્ચા દરમિયાન ગુજરાતની ભાજપ સરકાર અને સુરત પાલિકા માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે તેથી માથાભારે તત્વોમાં શાસકોના બુલડોઝરનો ડર છે. તેમની આ ટિપ્પણી સામે વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કહ્યું હતું કે, હાલ જે માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ પર હાલ બુલડોઝર ફેરવી ડિમોલીશન થઈ રહ્યું છે તે ભાજપ શાસકોની નિષ્ફળતા છુપાવવાનું અભિયાન છે. આ માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ હાલના નથી પરંતુ વર્ષોથી આ ગેરકાયદે બાંધકામ છે તેની સામે અત્યાર સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. પરંતુ હાલ નિષ્ફળતા છુપાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
શહેરના સાંકડા રસ્તા પરની માર્કેટ જોખમી : મનીષા કુકડીયા
વિપક્ષના કોર્પોરેટેર મનીષા કુકડીયાએ બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી અને બે દિવસ આગ કાબુમાં આવી તો એન.ઓ.સી. આપવાનારી એજન્સી સામે કેમ કોઈ કામગીરી કરવામાં આવી નથી. શહેરના સાંકડા રસ્તા પર પણ માર્કેટ બનાવી છે તે ઘણી જોખમી છે આ માર્કેટને નોટિસ આપવામાં આવે છે પરંતુ ત્યાર બાદ કોઈ કામગીરી થતી ન હોવાથી અકસ્માત થઈ રહ્યાં છે. ફાયર વિભાગમાં અનેક કર્મચારીઓની જગ્યા ખાલી છે તેને તાત્કાલિક ભરવી જોઈએ.
Courtesy: Gujarat Samachar