Grahak Chetna

"Your Voice, Your Power!"

સુરતમાં ધૂલિયા હાઈવે પરના ટોલનાકા પર સ્થાનિકોનો ચક્કાજામ, ટેક્સમાં મુક્તિની માગ સાથે આંદોલન

Spread the love

Updated: Mar 26th, 2025

Surat News : ગુજરાતના તાપી જિલ્લાના સ્થાનિક આગેવાનો દ્વારા સુરત ધૂલિયા હાઈવે પર આવેલા ટોલનાકામાં ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે આંદોલન કર્યું હતું. સુરત ધૂલિયા હાઈવે પર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા ખાતે આજે બુધવારે (26 માર્ચ, 2025) મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિકોએ ધૂલિયા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આંદોલન કરી રહેલાં સ્થાનિકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ટોલ ટેક્સમાં મુક્તિ માટે સ્થાનિકોનું આંદોલન
સુરત ધૂલિયા હાઈવે પરના તાપીના માંડલ ગામ ખાતે આવેલાં ટોલનાકામાં ટેક્સમાંથી મુક્તિ મેળવવા સુરત અને તાપી જિલ્લાના સ્થાનિકો દ્વારા આંદોલન કર્યું હતું. આજે બુધવારના સવારે 10 વાગ્યાથી સ્થાનિકોએ આંદોલન શરૂ કર્યું હતું. તેમનું કહેવું છે કે, ‘આ ટોલનાકા પરથી મોટાભાગે સ્થાનિકો અવર-જવર કરતા હોય છે અને તેઓ ત્યાના હોવા છતાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. માટે ટોલનાકા પર લેવામાં આવતા સ્થાનિકોના ટેક્સમાં મુક્તિ આપવામાં આવે.’

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *