સુરતના હજીરાથી રોરો-ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત
Updated: Mar 27th, 2025
Liquor smuggling : રાજ્યભરની પોલીસ હાલ બુટલેગરો અને અસામાજિક તત્ત્વોના ઘર પર બુલડોઝર અને હથોડા મારી તોડી પાડવાની કાર્યવાહી કરી છે. ત્યારે ગૃહમંત્રીના શહેરમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરનો ઇસમ હજીરા રો-રો ફેરીમાં સુરતથી દારૂની બોટલોની હેરાફરી કરતો ઝડપાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા રો-રો ફેરીમાં કૌટુંબિક ભાઈના લગ્ન પ્રસંગ માટે કારમાં દારૂનો જથ્થો ભરીને જઈ રહેલા રનકલાકારને હજીરા પોલીસે ઝડપી પાડી વિદેશી બનાવટના દારૂની 150 નંગ બોટલ સાથે ઝડપી પાડી કુલ રૂ. 4.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વાહ રે ગુજરાત! એક બાજુ રાજ્યમાં દારૂબંધી ત્યાં બીજી બાજુ લીકર પરમિટની ધૂમ લ્હાણી
Courtesy: Gujarat Samachar