સરકારી નોકરી ઠુકરાવી ગોપાલનનો ધંધો કર્યો, દૂધ વેચી અમરેલીનો યુવા મહિને કમાય છે 4,20,000
Updated: Mar 28th, 2025
Amreli Cow Milk News : આજના યુવાનો સરકારી નોકરી મેળવવા આકાશ પાતાળ એક કરે છે ત્યારે લાઠી તાલુકાના રાભડા ગામના એક યુવાને સરકારી નોકરી ત્રણ વર્ષ કરીને નોકરી છોડી ગોપાલનના વ્યવસાયને અપનાવી 35 ગાયો વસાવી મહિને રૂ. 4.20 લાખની દુધ વેચાણની આવક કરે છે. એનું 200 લિટર દૂધ ચપોચપ વેચાઈ જાય છે. આ ઉપરાંત એની પાસે એક ગાય એવી છે કે એની ઉંચાઈ છ ફૂટની છે. જે સૌરાષ્ટ્રમાં એક માત્ર છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસે આવેલું રાભડા ગામમાં યુવા પશુપાલક પ્રદીપભાઈ પરમાર સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ગીર ગાય ધરાવે છે.આ વિશિષ્ટ ગીરગાયની લાખોમાં કિંમત બોલાય છે . સરકારી નોકરી છોડી દેનારા પ્રદીપભાઈ પરમાર એ જણાવ્યું કે પોતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે.
પિતા દ્વારા ગીર ગાયનું પાલન કરવામાં આવતું હતું. ત્યારે નોકરી છોડી અને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને ગીર ગૌશાળા ની શરૂઆત કરી હતી. શરૂઆતમાં બે ગીર ગાય હતી આજે જેવો પાસે 35 થી વધુ ગીર ગાય છે .અને રોજનું 200થી 250 લિટર દૂધ ઉત્પાદન કરે છે. જેના વેચાણ દ્વારા રોજની તેને 14000 રૂપિયા આસપાસની આવક થઈ જાય છે. એમની પાસે એક વિશિષ્ટ ગીર ગાય છે. 6 ફૂટ ગીર ઊંચાઈ ધરાવતી ગીર ગાય જવલ્લે જ જોવા મળે છે .પોતાની પાસે રહેલી સફેદ કલરની આ ગીરગાયની ઊંચાઈ 6 ફૂટ છે જ્યારે લંબાઈ 9 ફુટથી વધુ છે.
Courtesy: Gujarat Samachar