સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
Updated: Mar 28th, 2025
મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં
જુલાઇ 2024માં કાર્બોસેલના ખનન સમયે ત્રણ શ્રમિકના મોત નિપજતા ફરિયાદ નોંધાઇ હતી
સુરેન્દ્રનગર: મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. જુલાઇ ૨૦૨૪માં કાર્બોસેલના ખનન સમયે ત્રણ શ્રમિકના ગેસ ગળતરથી મોત નિપજતા મુળી પોલીસ મથકે ગેરકાયદેસર ખાણ ધરાવતા ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Courtesy: Gujarat Samachar