સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો
Updated: Mar 27th, 2025
Gangster Bunty Pandey Arrested : ગુજરાતના વાપીમાં ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટરની CIDએ ધરપકડ કરી લીધી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાથ સંપ્રદાયમાં સાધુ બનીને રહેતો હતો. CID દ્વારા તિહાડ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લાવવામાં આવ્યો છે.
ગેંગસ્ટર બંટી પાંડેની CIDએ કરી ધરપકડ
હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર બંટી પાંડેની CIDએ ધરપકડ કરી લીધી છે, ત્યારે આરોપીને તિહાડ જેલમાંથી સુરત લવાયો છે. આરોપી બંટી પાંચ વર્ષ પહેલાં નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદીરખાનના પુત્ર અબુઝરનું અપહરણ કરીને પાંચ કરોડની માગ કરવામાં આવી હતી. જો કે, પરિવારે પૈસા ચૂકવ્યા હોવા છતાં અબુઝરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
Courtesy: Gujarat Samachar