સી.જી.રોડ ઉપર આવેલી જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે ૧૦ કિલો સોનુ બચાવ્યું
Updated: Mar 27th, 2025
અમદાવાદ,બુધવાર,25 માર્ચ,2025
અમદાવાદના સી.જી.રોડ ઉપર આવેલા સુપરમોલના ત્રીજા માળે કૃણાલ
જવેલર્સમાં બુધવારે બપોરે ઈલેકટ્રીક બોર્ડમાં શોટ સરકીટ થવાથી આગ લાગી હતી. ફાયર
વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી કાચ તોડી દુકાનમાં પ્રવેશ કરી આગ હોલવી હતી. દરમિયાન
દુકાનમાં રખાયેલા ૧૦ કિલો સોના સહીત અંદાજે ૨૦ કરોડનો માલસામાન સલામત બહાર કાઢી
સોનુ માલિક ભાવેશ સોનીને પરત કર્યુ હતુ. ફાયર વિભાગની કામગીરી સમયે ઉપરના માળે
વિડીયો ઉતારી રહેલા લોકોને પોલીસે ખદેડીને દુર કર્યા હતા.
Courtesy: Gujarat Samachar