શું હાર્ટ ઍટેક ટાઈમ જોઈને આવે? કોઈ ફોન નથી ઉપાડતું: ભાજપ MLA કાનાણીનો આરોગ્ય વિભાગ પર આક્ષેપ
મારી પ્રોફાઈલ
Updated: Mar 25th, 2025
Gujarat Legislative Assembly: સુરતના વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગણાય છે. તે પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના હાલના ચાલુ સત્રમાં પ્રશ્નોતરીમાં તેમણે રાજ્યના આરોગ્ય વિભાગ પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, ‘રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય બાબતે ગંભીર નથી.’
Courtesy: Gujarat Samachar