શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત
Updated: Mar 27th, 2025
– નડિયાદ નજીક સલુણ તળપદ પાસે પેઢીમાં ફૂડ વિભાગના દરોડા
– બટર ઓઇલમાં ઘીનું ફ્લેવર નાખીને ભેળસેળની આશંકાએ તપાસ, ઘીના ત્રણ નમૂના લઇ પરીક્ષણમાં મોકલાયા
સલુણ તળપદ ગામે આવેલા શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટસમાં નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગત તા. ૩ માર્ચ ૨૦૨૫ના રોજ દરોડા પાડીને તપાસ કરી હતી. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનનો ભંગ થતો હોવાનું તપાસમાં બહાર આવતા પેઢીને નોટિસ આપવામાં આવી હતી. તા. ૧૭ માર્ચે ૨૦૨૫ના રોજ પેઢી દ્વારા આપેલો જવાબમાં પૂર્તતા ન જણાતા તા.૧૯ માર્ચે ૨૦૨૫ના રોજ ફરી પેઢીમાં તપાસ કરવાનો હુકમ કરાયો હતો.
Courtesy: Gujarat Samachar