Grahak Chetna

"Your Voice, Your Power!"

વસ્ત્રાપુરમાં નશામાં ધૂત થાર ચાલકે કારને ટક્કર મારી, પિતા-પુત્ર પર હુમલો કર્યો

Spread the love

મારી પ્રોફાઈલ

Updated: Mar 25th, 2025
અમદાવાદ,મંગળવાર
વસ્ત્રાપુરમાં ડ્રાઇવ ઇન સિનેમા રોડ પર ગઇકાલે રાતે ટ્રાફિક સિગ્નલ બંધ  હતું આ સમયે નશામાં ધૂત થારના કાર ચાલકે વાહનોને ટક્કર મારી હતી. થારના ચાલકને કારમાં બેઠેલા પરિવારજનોએ ઠપકો આપતાં પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો, ટોળુ ભેગુ થતા ઇંટ લઇને મારવા દોડયો હતો જેથી લોકોએ પકડીને તેને મેથીપાક ચડ્ડયો હતો. આ બનાવ અંગ વસ્ત્રાપુર પોલીસે કાર ચાલક સામે ડ્રીક એન્ડ ડ્રાઇવ સહિત બે ગુના નોંધીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *