વેનેઝુએલાથી ઓઈલ ખરીદનારાઓ પર ટ્રમ્પ 25% ટેરિફ લાદશે:ભારત પણ આ દેશોમાં સામેલ, 90% ઓઈલ રિલાયન્સ ખરીદે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાથી ઓઈલ અને ગેસ ખરીદનારા દેશો પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. ટ્રમ્પના મતે, તેનો હેતુ વેનેઝુએલાને સજા આપવાનો છે.
ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલા જાણી જોઈને અને કપટથી ગુનેગારો અને હિંસક ગેંગના સભ્યોને યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલે છે, જેમાં ટ્રેન ડી અરાગુઆ જેવા આતંકવાદી સંગઠનોનો પણ સમાવેશ થાય છે. અમે આ ગુનેગારોને પાછા મોકલીશું.
અમેરિકન રાષ્ટ્રપતિના આ નિર્ણયથી રિલાયન્સ જેવી કેટલીક ભારતીય કંપનીઓની મુશ્કેલીઓ વધી શકે છે. રિલાયન્સ ભારત દ્વારા આયાત કરાયેલા લગભગ 90% ઓઈલ વેનેઝુએલાથી ખરીદે છે.
જાન્યુઆરી 2024 માં વેનેઝુએલાએ ભારતને સૌથી વધુ ઓઈલ વેચ્યું
ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2023માં, ભારતે વેનેઝુએલાથી દરરોજ લગભગ 1,91,600 બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. જાન્યુઆરી 2024માં, આ વધારીને 2,54,000 બેરલ પ્રતિ દિવસ આયાત કરવામાં આવ્યું.
Courtesy: Divya Bhaskar