વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 1,550 પેન્શનરોએ ઓનલાઇન હયાતીની ખાતરી કરાવી લીધી
મારી પ્રોફાઈલ
Updated: Mar 25th, 2025
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ 8,500 પેન્શનરો અને ફેમિલી પેન્શનરો દર મહિને 16 થી 18 કરોડ પેન્શન મેળવે છે. પેન્શનરોને નિયમિત પેન્શન મળતું રહે તે માટે દર વર્ષે પોતાની હયાતી અંગેની કોર્પોરેશનને ખાતરી કરાવવાની હોય છે. આના માટે દરેક પેન્શનરને રૂબરૂ કોર્પોરેશન ખાતે આવવાને બદલે ઘેર બેઠા ઓનલાઈન ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશન પર હયાતીની ખાતરી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ દ્વારા કરાવી શકશે. આ પ્રક્રિયા દર વર્ષે દરેક પેન્શનરે કરવાની રહેશે.
Courtesy: Gujarat Samachar