Grahak Chetna

"Your Voice, Your Power!"

વડોદરા જિલ્લા પંચાયતના આંદોલન કરતા 350 હેલ્થ વર્કરોને નોટિસ

Spread the love

Updated: Mar 26th, 2025
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા હેલ્થ વર્કરો સામે રાજ્ય સરકારની સૂચનાને પગલે પગલાં લેવામાં આવી રહ્યા છે.આમ છતાં તેમણે હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
પગારની વિસંગતતા તેમજ અન્ય પડતર પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ નહિ આવતા મલ્ટિ પરપઝ હેલ્થ વર્કર,સુપર વાઇઝર સહિતની કેડરના કર્મચારીઓની હડતાલ દસમા દિવસમાં પ્રવેશી છે.
હડતાળને કારણે જિલ્લામાં સગર્ભા, બાળકો વગેરેના રસીકરણ,હેલ્થ સર્વે, તાવના સર્વે અને સરકારની હેલ્થ યોજનાઓ પર સીધી અસર પડી છે.તો બીજીતરફ સરકારે આકરાં પગલાં લેવાની સૂચના આપતાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.
રાજ્ય સરકારની સૂચનાને પગલે વડોદરા જિલ્લાના ૩૫૦ જેટલા હેલ્થ વર્કરોને નોટિસ આપવામાં આવી છે અને આવતીકાલે તા.૨૭મીએ તાલુકા મથકે જવાબ આપવા કહેવાયું છે.જ્યારે,૩૦ કર્મચારીઓને કોમ્પ્યુટર નો કોર્સ (CCC) નહિ કરવા બદલ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *