વડોદરાના દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપકડ
Updated: Mar 28th, 2025
Vadodara : વડોદરાના દશરથ વિસ્તારમાં જમીનના જુદા-જુદા બે કેસોમાં અરજી કરી તોડબાજી કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાહ્યા શનાભાઇ રાજપુત (પરિવાર પાર્ક, કરોડિયા રોડ, ઉંડેરા) સામે પોલીસે ધરપકડ કરી છે.
દશરથના કેસમાં 10 લાખ પડાવી 75 લાખની માંગણી કરતાં ફરિયાદ
દશરથ ગામની એક જમીનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાહ્યા રાજપૂતને કોઈ લેવાદેવા નહીં હોવા છતાં તેણે સરકારી વિભાગોમાં અરજીઓ તેમજ કોર્ટ કેસો કર્યા હતા. ત્યારબાદ સમાધાન પેટે તેણે જમીન માલિક પાસે 10 લાખ લીધા હતા અને કોઈ કેસ કે અરજીઓ નહીં કરે તેમ કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ 75 લાખની માંગણી કરી અરજીઓ અને કેસ કરતા છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
Courtesy: Gujarat Samachar