રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય
Updated: Apr 20th, 2025
GS TEAM
Rahul Gandhi On Mahatma Gandhiji: કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિત સાથે પોડકાસ્ટમાં મહાત્મા ગાંધી વિશે ટીપ્પણી કરવાનું ભારે પડ્યું છે. ભાજપ રાહુલ ગાંધીની ટીપ્પણીની ટીખળ કરી રહ્યું છે.
રાહુલ ગાંધીએ એક પોડકાસ્ટમાં કહ્યું કે, મહાત્મા ગાંધીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારવામાં આવ્યા હતા. આ નિવેદન પર મજાક ઉડાવતાં ભાજપ સાંસદ લહરસિંહ સિરોયાએ કહ્યું કે, મેં પંડિત નહેરૂ પરિવારના પ્રપૌત્ર રાહુલ ગાંધીનો વીડિયો જોયો. જેમાં મને તેમની મહાત્મા ગાંધીજીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારવામાં આવ્યા હોવાની વાત પર ખૂબ દુખ થયું. યુટ્યુબ પર પણ ઓટો કેપ્શન સાથે આ વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલજી જે બોલ્યા તે જ કેપ્શન લખાઈ, કોઈએ ઈતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો નથી. રાહુલ ગાંધી જેવા વ્યક્તિને પણ ખબર નથી કે, ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ટ્રેનમાંથી બહાર ધકેલવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ એ છે કે, નહેરૂ સેન્ટરના માણસ અને કોંગ્રેસના બુદ્ધિશાળી વ્યક્તિઓ તથા સંદીપ દિક્ષિતે પણ આ વીડિયો રજૂ કરતાં પહેલાં ભૂલ સુધારી નહીં. રાહુલ પાસેથી કોઈએ ઈતિહાસ શીખવો કે જાણવો નહીં.
Source: Gujarat Samachar | Language: Gujarati