રાબડીને કહ્યું- ‘બેસી જા, તારું છે શું?:આ બધું તો તારા પતિનું છે’, નીતિશ કુમારના આ નિવેદન પર ભડકી લાલુ યાદવની દીકરી, ભોજપુરીમાં ઝાટકણી કાઢી
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પરિવાર વચ્ચે ભીષણ રાજકીય યુદ્ધ જોવા મળી રહ્યું છે. મંગળવારે જ્યારે નીતિશ કુમારે વિધાનસભામાં રાબડી દેવી પર પ્રહાર કર્યો ત્યારે રાબડી-લાલુની પુત્રી રોહિણી આચાર્ય તેમના વતી મોરચો સંભાળવા આગળ આવી. નીતિશ કુમાર પર આકરા પ્રહારો કરતાં રોહિણીએ કહ્યું હતું કે ‘તમે ચૂપ રહો, તમે એવા લોકોના ખોળામાં ગયા છો, જેમણે તમારા ડીએનએમાં ખામીઓ બતાવી હતી.’
રોહિણીએ નીતિશ કુમાર પર પ્રહાર કરવા માટે ભોજપુરી શૈલી અપનાવી. તેમણે X પર નીતિશ વિશે ટ્વીટ કર્યું અને લખ્યું-
નીતિશ કુમારે કહ્યું- ‘આ બધું આમના પતિ કરાવી રહ્યા છે’
રોહિણીની આવી તીખી પ્રતિક્રિયા ત્યારે સામે આવી, જ્યારે વિધાન પરિષદમાં નીતિશ કુમારે લાલુ યાદવને લઈને રાબડી દેવી પર પ્રહાર કર્યા હતા. વિધાન પરિષદમાં વિપક્ષી સભ્યોની ટીશર્ટ જોઈને મુખ્યમંત્રી ગુસ્સે થઈ ગયા. તેમણે રાબડી દેવીને ટીશર્ટ પર લખેલું સૂત્ર વાંચતી વખતે બેસવા કહ્યું. મુખ્યમંત્રીએ કહ્યું- ‘તમારું તો શું છે, આ બધું તમારા પતિએ કરાવ્યું છે.’ હું ફક્ત એટલું જ પૂછું છું કે તમે આ (સ્લોગનવાળી ટીશર્ટ) પહેરીને કેમ આવ્યાં છો?
અનામતના મુદ્દા પર આજે મંગળવારે બિહાર વિધાનસભામાં હોબાળો થયો હતો. આરજેડી ધારાસભ્ય અને એમએલસી લીલા રંગની ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા. ટીશર્ટ પર લખ્યું છે: ‘તેજસ્વી સરકાર દરમિયાન બિહારમાં વધેલા 65 ટકા અનામતને નવમી અનુસૂચિમાં સામેલ કરો.’ ‘અનામત ચોરો ભાજપ-એનડીએ જવાબ આપો.’
Courtesy: Divya Bhaskar