મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં…’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ
Updated: Apr 26th, 2025
GS TEAM
Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે બંધુઓ એટલે કે, શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે ફરી એક થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ગયા અઠવાડિયે રાજ ઠાકરેએ પિતરાઈ ભાઈ ઉદ્ધવ સાથે રાજકારણમાં એક થઈ આગળ વધવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મતભેદ સામાન્ય છે અને એક થવું મુશ્કેલ કામ નથી.
શિવસેના યુબીટીએ પોસ્ટ કરીને ફરી સૌને ચોંકાવ્યા
Source: Gujarat Samachar | Language: Gujarati